એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા જુનિયર એકઝીક્યૂટીવ ઇન એર ટ્રાફિક કંટ્રોલની ખાલી જગ્યાઓ ઉપર યોગ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી થઈ રહી છે.
અહીં ભરતી થનાર ઉમેદવારને રૂ.૪૦૦૦૦ થી ૧૪૦૦૦૦ના સ્કેલમાં વેતન તથા અન્ય લાભો મળવાપાત્ર છે.
જગ્યાની વિગત : અહીં ૪૦૦ જગ્યાઓ છે. આ કુલ જગ્યાઓમાં બિનઅનામત ૧૬૩, EWS-૪૦, OBC-૧૦૮, SC-૫૯, ST-૩૦ તથા PWD-૪ જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત : અહીં બી.એસ.સી. ફિઝીકસ અને મેથેમેટીક્સનો પુર્ણ સમયનો કોર્ષ કરેલ અથવા ઈજનેરી સ્નાતકની ડિગ્રી (ફૂલ ટાઈમ) ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. ઉમેદવારને ધોરણ ૧૨ના લેવલનું અંગ્રેજી બોલવા અને લખવાનું જ્ઞાન હોવું જોઈએ. ધોરણ ૧૦ કે ૧૨માં અંગ્રેજી વિષય પાસ કરેલ હોવો જોઈએ.
વય મર્યાદા : તા.૧૪-૦૭-૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૨૭ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉપલી વયમાં SC/STને પાંચ, OBCને ત્રણ તથા PWD ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે.
પસંદગી પ્રક્રિયા : અહીં ઉમેદવારોની આવેલ અરજીની યોગ્ય ચકાસણી કર્યા બાદ યોગ્ય ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની સાયકોએક્ટિવ પદાર્થો માટેનું પરીક્ષણ થશે. આ ટેસ્ટમાં સફળ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન, વોઈસ ટેસ્ટ અને બેકગ્રાઉન્ડ વેરીફીકેશન થશે.
અરજી ફિ : અહીં અરજી સમયે અરજી ફિ પેટે રૂ.૧૦૦૦ ફિ ભરવાની છે. SC/ST/મહિલા ઉમેદવારોએ માત્ર રૂ.૮૧ ફિ ભરવાની છે. PWD તથા એપ્રેન્ટિસ પુર્ણ કરેલ ઉમેદવારોને ફિ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ https://www.aai.aero ઉપર સંપર્ક કરવો.
ઓનલાઈન અરજીની છેલ્લી તા.૧૪-૦૭-૨૦૨૨ છે.