Search This Blog

Saturday, July 09, 2022

IBPS ક્લેરિકલ કેડર પરીક્ષા અરજીની છેલ્લી તા.૨૧ જુલાઇ, ૨૦૨૨

(--) IBPS ક્લેરિકલ કેડર પરીક્ષા :- 

ઈન્સ્ટિટ્યુડ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેકશન(IBPS) દ્વારા વિવિધ બેન્કો જેવી કે બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક વગેરે બેન્કોની વિવિધ બ્રાન્ચ માટે ક્લેરિકલ કેડરની પોસ્ટ ઉપર ભરતી માટે ઓનલાઈન પરીક્ષા સપ્ટેમ્બર/ઓક્ટોબર માસમાં લેવાનાર છે. 
આ પરીક્ષા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. 
અહીં જગ્યાઓ સંભવિત ૬૦૩૫ છે. 
આ કુલ જગ્યાઓમાં ગુજરાતમાં સંભવિત વિવિધ બેન્કોમાં ૩૦૪ જગ્યાઓ છે. 
આ કુલ જગ્યાઓમાં બિનઅનામત ૧૨૯ તથા બાકીની જગ્યાઓ અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 
લાયકાત : અહીં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. 
વયમર્યાદા : તા.૦૧-૦૭-૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૨૦ થી ૨૮ વર્ષ હોવી જરૂરી છે. ઉમેદવારનો જન્મ તા.૦૨-૦૭-૧૯૯૪ થી તા.૦૧-૦૭-૨૦૦૨ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે. ઉપલી વયમાં SC/STને પાંચ વર્ષ, OBCને ત્રણ વર્ષ, વિકલાંગ ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે. વિધવા/ત્યક્તા મહિલા ઉમેદવારો ૩૫ વર્ષની વય સુધી અરજીપાત્ર છે. 


પરીક્ષા : IBPS ઓનલાઈન પરીક્ષા સંભવિત સપ્ટેમ્બર ૨૦૨૨માં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનાગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા ખાતે લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષામાં ઇંગ્લિશ લેંગ્વેઝ, ન્યૂમરિકલ એબિલિટી, રિજનિંગ એબિલિટીના ૧૦૦ પ્રશ્નોની ૧૦૦ માર્કસની પરીક્ષા હશે. પ્રિલિમ પરીક્ષામાં સફળ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા સંભવિત અમદાવાદ, વડોદરા ખાતે લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં જનરલ/ફાઈનાન્સીયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, રિજનિંગ એબીલીટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ક્વોન્ટીટેટીવ એપ્ટિટ્યુડના કુલ ૧૯૦ પ્રશ્નો હશે. પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી હશે. 

અરજી ફી : અહીં અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૮૫૦ (SC/ST/PWD/EXS રૂ.૧૭૫) ઓનલાઈન અરજી સમયે ભરવાના છે. 

અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ https://www.ibps.in 

ઓનલાઈન અરજીની છેલ્લી તા.૨૧ જુલાઇ, ૨૦૨૨ છે.