અંતિમ તારીખ: 30 જુલાઈ, 2022
ઇન્ડિયન આર્મીમાં ડેન્ટલ કોરની 30 જગ્યાની ભરતી
ઇન્ડિયન આર્મીએ ડેન્ટલ કોરની 30 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. આ જગ્યાપર કામ કરવા માગતા ઉમેદવારો ૩૦ જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન કે પીજીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વય મર્યાદા: ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદમાં છૂટછાટ આપવામાં આવશે.
સેલરી: પસંદગી પામનારા ઉમેદવારને સરકારી નિયમ અનુસાર પ્રતિમાસ સેલરી અપાશે.
પસંદગી પ્રક્રિયાઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://joinindianarmy.nic.inના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.