અંતિમ તારીખઃ 15 જુલાઈ, 2022
બ્લાસ્ટર, ટર્નર સહિતની 290 ખાલી જગ્યા ભરાશે
હિન્દુસ્તાન કોપર લિમિટેડે બ્લાસ્ટર, ટર્નર સહિતની 290 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે.ઇચ્છુક ઉમેદવારો 15 જુલાઈ સુધીમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 કે આઈટીઆઈ પાસ કર્યું હોવું જોઈએ.
વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળશે,
આ રીતે અરજી કરોઃ ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ htps://www. hindustancopper.com/Page/Career_ newના માધ્યમથી અંતિમ તારીખ પહેલાં ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી ધોરણ 10 તથા આઈટીઆઈમાં પ્રાપ્ત માર્ક્સના આધારે કરવામાં આવશે.