ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિવીર SSR(સિનિયર સેકન્ડરી રિક્રૂટ્સ)ની જગ્યાઓ ઉપર યોગ્યતા ધરાવતા અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થઈ રહી છે.
અહીં સંભવિત ૨૮૦૦ જગ્યાઓ ખાલી છે. આ કુલ જગ્યાઓમાં મહિલા ઉમેદવારો માટે ૫૬૦ જગ્યાઓ ફાળવવામાં આવી છે.
શૈક્ષણિક યોગ્યતા : અહીં ફિઝીકસ અને મેથેમેટીક્સ ફરજીયાત વિષય તથા કેમિસ્ટ્રી/ બાયોલોજી/ કોમ્પ્યુટર સાયન્સમાંથી એક વિષય સાથે ધોરણ ૧૨ પાસ કરેલ ભાઈઓ-બહેનો અહીં અરજી કરી શકે છે.
વયમર્યાદા : અહીં ઉમેદવારનો જન્મ તા.૦૧-૧૧-૧૯૯૯ થી તા.૩૦-૦૪-૨૦૦૫ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે.
શારીરિક ધોરણ : અહીં પુરુષ ઉમેદવારો માટે લઘુતમ ઊંચાઈ ૧૫૭ સે.મી. તથા મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ ૧૫૨ સે.મી. હોવી જરૂરી છે. દ્રષ્ટિમર્યાદા ચશ્મા વગર ૬/૬ થી ૬/૯ તથા ચશ્મા સાથે ૬/૬ થી ૬/૬ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા : અહીં ઉમેદવારોની આવેલ અરજીના સંદર્ભમાં ઉમેદવારોના ધોરણ ૧૨ના માર્કસના આધારે મેરીટ મુજબ ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર થશે. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને લેખિતપરીક્ષા અને ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ માટે ઉમેદવારોને કોલલેટર પણ ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવારો માટે ૧.૬ કી.મી.દોડ ૬ મિનિટ અને ૩૦ સેકન્ડમાં, ઉઠક-બેઠક ૨૦, પુશઅપ-૧૨ વગેરે પરીક્ષણો હશે. મહિલા ઉમેદવારો માટે ૧.૬ કી.મી. દોડ ૮ મિનિટમાં, ઉઠક-બેઠક ૧૫, સીટ અપ-૧૦ વગેરે પરીક્ષણો હશે. દરેક રીતે સફળ ઉમેદવારોને મેડિકલ એકઝામિનેશન માટે બોલાવવામાં આવશે. મેડિકલ પરીક્ષણમાં સફળ ઉમેદવારોને મેરીટ મુજબ જગ્યા અનુસાર અગ્નિવીર નેવીની પોસ્ટ ઉપર ૪ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવશે.
સેવા નિધિ : અગ્નિવીરનેવીની પોસ્ટ ઉપર ભરતી થનાર ઉમેદવારને પ્રથમ વર્ષે પ્રતિ માસ રૂ.૩૦૦૦૦, બીજા વર્ષે પ્રતિ માસ રૂ.૩૩૦૦૦, ત્રીજા વર્ષે પ્રતિ માસ રૂ.૩૬,૫૦૦ તથા ચોથા વર્ષે પ્રતિ માસ રૂ.૪૦૦૦૦ સરકારશ્રીના લશ્કરના નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવશે, પરંતુ આ વેતનમાંથી પ્રતિ માસ ૭૦ ટકા વેતન અગ્નિવીરનેવીને ચૂકવવામાં આવશે તથા વેતનની બાકીની ૩૦ ટકા રકમ સેવા નિધિ પેકેજ માટે જમા કરવામાં આવશે. ચાર વર્ષ બાદ ઉમેદવારને સેવા મુક્ત કરવામાં આવશે અને રૂ.૧૦.૦૪ લાખ સેવા નિધિ પેકેજ આપવામાં આવશે. અગ્નિવીરનેવી તરીકે ભરતી થનાર ઉમેદવારને ઇન્ડિયન નેવી દ્વારા સેઇલર ની પોસ્ટ ઉપર પરમેનન્ટ કમિશન માટે પણ તક આપવામાં આવશે, જે અંતર્ગત ૨૫ ટકા જગ્યાઓ ઇન્ડિયન નેવીમાં સરકારશ્રીના નિયમાનુસાર કાયમી ભરવામાં આવશે.આ અંગેની વિશેષ માહિતી માટે મૂળ જાહેર ખબર જોવી.
અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ
https://www.joinindiannavy.gov.in ઉપર સંપર્ક કરવો.
આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તા.૧૫ જુલાઇ, ૨૦૨૨થી શરૂ થશે તથા ઓનલાઈન અરજીની છેલ્લી તા.૨૨ જુલાઇ, ૨૦૨૨ છે.