અંતિમ તારીખઃ 20 જુલાઈ, 2022
સીડેકમાં એન્જિનિયર સહિતની 650 વેકેન્સી
સીડેકે પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની 650 ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 20 જુલાઈ સુધીમાં ઓનલાઇન મોડથી અરજી કરી શકશે. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ કે બીટેક કે પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 30થી 56 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આ રીતે અરજી કરોઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://careers.cdac.inના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકશે.
પસંદગીપ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. સરકારી નોકરી કરતી વ્યક્તિએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું અનિવાર્ય છે. એસસી, એસટી ઉમદેવારોને ઇન્ટરવ્યૂ માટે સેકન્ડ ક્લાસનું ટ્રેનનું ભાડું આપવામાં આવશે.