અંતિમ તારીખ: 25 જુલાઈ, 2022
રેલટેલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની 37 જગ્યા
રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે એન્જિનિયરની 37ખાલીજગ્યાઓપર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 25 જુલાઈ સુધીમાં ઓફલાઇન મોડમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતાઃ કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ, બીટેક/બીઈ, ડિપ્લોમા, એમએસસી, એમસીએ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. આ સાથે 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ.
સેલરી પસંદગી પામનારા ઉમેદવારોને સંસ્થાના નક્કી કરેલા નિયમોને અનુરૂપ માસિક વેતન આપવામાં આવશે.
આ રીતે અરજી કરોઃ ઇચ્છુક ઉમેદવારો અરજી ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આ સરનામે મોકલી શકે છે: જનરલ મેનેજર, ચેન્નઈ, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નંબર-275ઈ, ચોથો માળ, ઈવીઆર પેરિયાર હાઈ રોડ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સધર્ન રેલવે, એમ્મોર, ચેન્નઈઃ 600008 પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂથી કરાશે.