રાજ્યમાં ભારે વરસાદને પગલે નિર્ણય લેવાયો ગુજરાત સ્ટેટ ઇલે. કોર્પો.લિ. દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ ગાંધીનગર | ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા પાવર પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જીનીયરની ભરતી માટેની પરીક્ષા તા.13મી જુલાઇ અને બુધવારથી સતત 4દિવસ સુધી લેવાનાર હતી.આ પરીક્ષા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હોવાનું નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવી કહ્યું કે પરીક્ષા લેવાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.