Search This Blog

Saturday, July 16, 2022

GPSC નાયબ સેક્શન અધિકારી/મામલતદાર વર્ગ-3ની ભરતી તારીખ 30-7-2022

GPSC નાયબ સેક્શન અધિકારી/મામલતદાર વર્ગ-3ની ભરતી :- 

GPSC(ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા નાયબ સેકશન અધિકારી (સચિવાલય વર્ગ-3)ની તથા નાયબ મામલતદર વર્ગ-૩ની ખાલી જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવા હેતુ ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ભરતી થનાર ઉમેદવારને સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ મુજબ માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક પુર્ણ કર્યા પછી રૂ.૩૯૯૦૦ થી ૧,૨૬,૬૦૦ પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. 


જગ્યાની વિગત : અહીં ૮૦ જગ્યાઓ ખાલી છે. આ કુલ જગ્યાઓમાં બીનઅનામત(સામાન્ય) ૩૪ જગ્યાઓ તથા બાકીની જગ્યાઓ અનામત કેટેગરીના ઉમેદવારો માટે નિયમાનુસાર ફાળવવામાં આવી છે. 

શૈક્ષણિક લાયકાત : અહીં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. સ્નાતક અભ્યાસક્રમની પરીક્ષા આપી હોય અને પરિણામ બાકી હોય તેવા ઉમેદવારો પણ અત્યારે અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોએ સ્નાતક ડિગ્રી મેળવ્યા અંગેનું પ્રૂફ મુખ્ય પરીક્ષા માટે અરજી કરતાં સમયે રજૂ કરવાનું રહેશે. 
સરકારશ્રીના નિયમાનુસાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તથા ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી હોવી જરૂરી છે. 

વયમર્યાદા : તા.૩૦-૦૭-૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૨૦ થી ૩૬ વર્ષ હોવી જરૂરી છે. ઉપલી વયમાં સામાન્ય(બિન અનામત) કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ તથા અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દશ વર્ષ, દિવ્યાંગ ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે. 

પસંદગી પ્રક્રિયા : પ્રિલિમિનરી પરીક્ષા સંભવતઃ ડિસેમ્બર ૨૦૨૨માં લેવામાં આવશે. પ્રિલિમિનરી પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રી નક્કી કરવામાં આવશે. 

મુખ્ય પરીક્ષા સંભવતઃ તા.૫ માર્ચ થી ૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ અમદાવાદ/ગાંધીનગર ખાતે લેવાશે.  
અહીં અરજી કરનાર ઉમેદવારોની સૌપ્રથમ પ્રાથમિક કસોટી લેવાશે. પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું બે કલાકના સમયનું હશે. પ્રાથમિક કસોટીમાં સફળ ઉમેદવારોમાંથી જગ્યાના છ ગણા ઉમેદવારોને અથવા આયોગ નક્કી કરે તે મુજબ ઉમેદવારોને મુખ્ય કસોટી માટે બોલાવવામાં આવશે. મુખ્ય કસોટીમાં કુલ ૪ પ્રશ્નપત્ર હશે. પ્રશ્નપત્ર-૧ ગુજરાતી ભાષાનું ૧૦૦ માર્કસનું, પ્રશ્નપત્ર-૨ અંગ્રેજી ભાષાનું ૧૦૦ માર્કસનું, પ્રશ્નપત્ર-૩ સામાન્ય અભ્યાસ-૧નું ૧૦૦ ગુણનું અને પ્રશ્નપત્ર-૪ સામાન્ય અભ્યાસ-૨નું ૧૦૦ ગુણનું હશે. દરેક પેપર દીઠ સમય ૩ કલાકનો રહેશે. 

અરજી ફી : રૂ.૧૦૦ ભરવાની છે. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોએ તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી. 

અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ 
https://gpsc-ojas.gujarat.gov.in ઉપર સંપર્ક કરવો. 
ઓનલાઈન અરજીની છેલ્લી તા.૩૦-૦૭-૨૦૨૨ છે.